શ્રી રાજગૃહી તીર્થ મધ્યે નિર્માણ પામી રહેલ પાંચ પહાડોની અદ્ભુત ઝાંખી...

શ્રી રાજગૃહી તીર્થનો આછેરો પરિચય


સાડા નવ વીઘા, મતલબ અંદાજીત અઢી લાખ સ્ક્વે.ફીટની વિશાલ ભૂમિ પર આકાર પામેલ શ્રી રાજગૃહી તીર્થ... રાજગૃહી ભૂમિ ! વિશ્વની ઐતિહાસિક ભૂમિ છે.

બિહારની શાન છે. જિનશાસનની માન છે. જિનશાસનના અગણિત પ્રસંગો એની શાખ છે. ભગવાન મહાવીર પ્રભુનું વિચરણ આ ભૂમિ પર વિરાટકાળ સુધી થયું છે. મહારાજા શ્રેણિક, અભયકુમાર, શાલીભદ્ર્જી, ધન્નાજી, જમ્બુસ્વમીજી, સુદર્શન શેઠ, મેઘકુમાર, સુલસા શ્રાવિકા, પુણીયો શ્રાવક, અર્જુનમાળી, રોહીણીયો ચોર વગેરે ધન્યતમાં આ ભૂમિની બદોલત છે.
નાલંદાનો પાડો, કુંડલપુર, ગૌતમસ્વામી ભગવંત આદિ ગણધર ભગવંતો વગેરે પણ આ ભૂમિ સાથે સંકળાયેલા છે.